હું રાષ્ટ્રપતિ બનવાને લાયક નથી : અમિતાભ બચ્ચન

નવી દિલ્હી : માર્ચમાં અભિનેતા અને સાંસદ શત્રુઘ્ન સિન્હાએ અમિતાભ બચ્ચનનું નામ રાષ્ટ્રપતિ માટે પ્રસ્તાવિત કર્યું હતું. ત્યાર બાદ અમર સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે વડાપ્રધાન મોદી મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર માદે દેશની સામે મુકી શકે છે. એક ખાનગી સંસ્થા સાથેનાં ઇન્ટરવ્યુમાં બોલિવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચને આ વાતોને બકવાસ ગણાવી હતી અને કહ્યું કે હું રાષ્ટ્રબની બનવાને લાયક નથી.

ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે બીગ બીને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુંકે શત્રુઘ્ન મારા મિત્ર છે. અમે બંન્ને જ મજાકીયા સ્વભાવનાં છીએ. આ વાતને શત્રુઘ્નએ મજાકીયા અંદાજમાં કહી હોઇ શકે છે. હું તમને વિનંતી કરૂ છું કે આ વાતનો ભરોસો કરવો નહી. તે આ પ્રકારની ટીપ્પણીઓ મારા અંગે વારંવાર કરતા રહે છે. જો કે આ ટીપ્પણી મિત્રતાનાં ઘોરણે હળવી શૈલીમાં કરવામાં આવતી હોય છે. આ પ્રકારની વાતનો કોઇ અર્થ હોતો નથી.

અમિતાભે કહ્યું કે, હું રાષ્ટ્રપતિ પદ માટે લાયક નથી અને સમર્થ પણ નથી. હું આવ્યું ક્યારે પણ કરવાનો નથી પ્લીઝ મારી એવી વાતો ન કરશો જે માત્ર બકવાસ હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, એક પત્રિકાને આપેલા ઇન્ટરવ્યુમાં શત્રુઘ્નએ અમિતાભ બચ્ચનનું નામ આગામી રાષ્ટ્રપતિ માટે સજેસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે અમિતાભે ફિલ્મ, સાંસ્કૃતીક અને સામાજિક ક્ષેત્રે ઘણી સિદ્ધીઓ મેળવી છે. જો તેઓ રાષ્ટ્રપતિ બને છે તો તેમનાં માટે અને દેશનાં માટે ગર્વની બાબત રહેશે.

You might also like