દિલીપકુમારનો પત્ર મારા માટે સૌથી મોટો અેવોર્ડ: અમિતાભ

નવી દિલ્હી: સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે બ્લેક ફિલ્મ જોયા બાદ મને દિલીપકુમારે અેક પત્ર લખ્યો હતો, જે પત્રને ફ્રેમ કરીને મારા રૂમમાં લગાવ્યો છે. અા પત્ર મારા માટે સૌથી મોટા અેવોર્ડ સમાન છે.

‌બિગબીની આગવી સ્ટાઈલ અે છે કે તેઓ કોઈ પણ અેકટરના અભિનયને જોઈને ખુશ થાય છે ત્યારે તેઓ તેમના હાથે લખેલો પત્ર જરૂર મોકલાવે છે. થોડા સમય પહેલાં અમિતાભ બચ્ચને કંગના રાણાવતને તનુ વેડ્સ મનુ રિટર્ન્સમાં ડબલ રોલ ભજવવા માટે બે અલગ અલગ પત્ર લખ્યા હતા. સાથોસાથ તાજેતરમાં જ બાજીરાવ મસ્તાની માટે પ્રિયંકા ચોપરા અને રણવીર સિંહને પણ પત્ર લખી પોતાની તરફથી ખુશી વ્યકત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને લખેલા પત્રને રણવીરસિંહે તેના બેન્ક લોકરમાં રખાવી દીધો છે. અેક કાર્યક્રમમાં ‌બિગબીઅે જણાવ્યું કે તેમના માટે દિલીપકુમારે તેમને જે પત્ર લખ્યો હતો તે પત્રને જ સૌથી મોટો અેવોર્ડ માને છે અને તેનાથી પ્રેરાઈને તેઓ અન્ય કલાકારને પત્ર લખી રહ્યા છે.

You might also like