2000ની નોટ પિંક કેમ છે તેનું કારણ જણાવ્યું અમિતાભ બચ્ચને

મુંબઇઃ કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે 12 વાગે 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદી દીધો છે. જેની જગ્યાએ 500 અને 2000ની નવી નોટો બહાર પાડી છે. ત્યારે આ નિર્ણયથી ગરીબ, મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગને ફાયદો થશે. બ્લેક મનીને વાઇટ મનીમાં ફેરવવા માટે અને ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. ત્યારે બોલિવુડ શહેનશા અમિતાભ બચ્ચને મોદીના આ નિર્ણયના વખાણ કર્યા છે.

અમિતાભ બચ્ચનથી લઇને રજનીકાંત સુધીના સુપર સ્ટારે પોતાના મંતવ્યો ટિવટર પર ટવિટ કર્યા છે. અમિતાભે મોદીજીના આ પગલાંને પિંક ઇફેક્ટ ગણાવી છે. તેમણે લખ્યું છે કે 2000 રૂપિયાની નવી નોટ પિંક કલરની કેમ છે.. આ જ તો છે પિંક અફેક્ટ!! તમને જણાવી દઇએ કે અમિતાભની છેલ્લી રિલીઝ ફિલ્મ પિંક હતી. તો રજનીકાંતે કહ્યું છે કે મોદીજીને સલામ એવું લાગી રહ્યું છે કે ભારતનો નવો જન્મ થયો.

તો અજય દેવગને મોદીજીના આ પગલાંને ચોટદાર ગણાવ્યો છે. સાથે જ કહ્યું છે કે 1000 સુનાર કી 1 લોહારકી, આ માસ્ટર સ્ટોક છે. ફરહાન અખ્તરે કાળાનાણા વિરૂદ્ધનો જોરદાર પગલું ગણાવ્યું છે.સાથે પીએમ અને તેમની ટીમના વખાણ કર્યા છે. તો રિતેષ દેશમુખે ટવિટ કહ્યું છે કે પીએમ મોદીના એક પગલાંથી દેશની દમદાર નોટો પસ્તી બની ગઇ છે.

 

You might also like