અમિતાભ બચ્ચને ‘સરકાર-૩’નું ટ્વિટર પર યુનિક પ્રમોશન કર્યું

નવી દિલ્હી: બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં ‘સરકાર-૩’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રામગોપાલ વર્માને આપેલા ફ્રેન્ક ઇન્ટરવ્યૂ બાદ મહાનાયકે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી ર૮ ડાયનેમિક મોમેન્ટસના વીડિયો શેર કર્યા છે. તેમાં ફિલ્મના ભાગ અને પાત્રોને દર્શાવાયાં છે. પ્રમોશનની રીતે જોવામાં આવે તો આ ખરેખર યુનિક રીત છે.

મનોજ વાજપેયી, ગોવિંદ દેશપાંડેના રોલમાં છે તો એક વીડિયોમાં બચ્ચન ચા પીતા દેખાય છે. આ મૂવીમાં બિગ બી ફરી એકવાર સુભાષ નાગરેના રોલમાં જોવા મળશે. એક અન્ય વીડિયોમાં અભિનેત્રી યામી ગૌતમ પણ જોવા મળી છે. યામી તેમાં નેગેટિવ રોલમાં છે અને તે કોઇ પણ કિંમતે ‌પિતાના મોતનો બદલો લેવા ઇચ્છે છે. આ બધા ઉપરાંત અમિત સાધને પણ એગ્રેસિવ લુકમાં બતાવાયા છે. જેકી શ્રોફ પણ માઇકલ વોલ્યાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

શ્રેષ્ઠ અભિનેતા રોનિત રોયની એક્ટિંગનો ભાગ પણ બિગ બીએ શેર ર્ક્યો છે. ર૦૦પમાં સરકાર સિરીઝની પહેલી ફિલ્મ આવી હતી અને તે હિટ થઇ હતી. તેમાં કેટરીના કૈફ અને અભિષેક બચ્ચને એક્ટિંગ કરી હતી. બીજો પાર્ટ ‘સરકાર રાજ’ ર૦૦૮માં રિલીઝ થયો હતો. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like