અમિતાભ બચ્ચની ફિલ્મ “તીન”નું ટ્રેલર રિલીઝ

મુંબઇઃ અમિતાભ બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી અને વિદ્યા બાલન સ્ટાર ફિલ્મ “તીન”નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં અમિતાભ તેની પપોત્રી “અંજલ”ના હત્યારાઓને શોધવા માટે આઠ વર્ષથી સતત કોશિષ કરી રહ્યા છે. ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે નવાસુદ્દીન સિદ્દીકી આ ફિલ્મમાં ચર્ચના ફાધરની ભૂમિકામાં છે. જ્યારે વિદ્યા બાલન બાળકીના મોત સાથે જોડાયેલી તમામ બાબતોની તપાસ કરી રહી છે.

આ પહેલાં આ ફિલ્મના અનેક પોસ્ટર સામે આવ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન અને નવાઝઉદ્દીન સિદ્દીકી કોલક્તાની ગલીઓમાં સ્કૂટર લઇને ફરતા જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટરમાં કોલકત્તાની પીળી ટેક્સી અને ટ્રામ બંને જોવા મળી રહ્યાં છે. રિયલ લાઇફમાં પ્રોયર વેજીટેરીયન અમિતાભ બચ્ચન કોલકત્તાના ફિશ માર્કેટમાં માછલીઓનો મોલભાવ કરતા પણ જોવા મળી રહ્યાં છે. સુજોય ઘોષની આ ફિલ્મમાં એક્ટ્રેસ વિદ્યા કેમિયો ભૂમિકામાં જોવા મળશે. 10 જૂને આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ “તીન”માં અમિતાભ બચ્ચન બંગાળી બાબુના રોલમાં છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચને સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ કરવાની હા પાડી હતી.

You might also like