કોઈ પણ મહિલા સાથે આ પ્રકારનાં વ્યવહાર ના થાયઃ અમિતાભ બચ્ચન

મુંબઇઃ #MeToo મૂવમેન્ટ દરમિયાન જયારે બોલિવુડનાં ઘણાં દિગ્ગજો પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આક્ષેપો લાગી રહ્યા છે તો સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં વર્ક પ્લેસ ખાસ કરીને એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં મહિલાઓના સેકસ્યુઅલ હેરેસમેન્ટનાં તાજેતરનાં બનાવ પર ટિપ્પણી કરી છે. અમિતાભે કહ્યું કે કોઇ પણ મહિલા સાથે કોઇ પણ પ્રકારનો દુર્વ્યવહાર કે અપમાનજનક આચરણ ન થવું જોઇએ.

અમિતાભને પૂછવામાં આવ્યું કે તે મહિલાઓ અને નબળા તબક્કા વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારને કેવી રીતે જુએ છે? બિગ બીને સવાલ કરાયો હતો કે આજે વર્ક પ્લેસ ખાસ કરીને એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મુદ્દો મોટી વાત થઇ છે. અમેરિકાએ કહ્યું કે આવાં કૃત્ય સંબંધિત અધિકારીનાં ધ્યાનમાં લાવવાં જોઇએ. ફરિયાદ દાખલ કરીને કે કાયદાનો સહારો લઇને તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવાં જોઇએ.

અમિતાભે ઉપાય સૂચવ્યાં:
બિગ બીએ કહ્યું કે સામાજિકતા, નૈતિકતા અને અનુશાસનનાં અભ્યાસને ખૂબ જ શરૂઆતના પ્રારંભિક શિક્ષણ સ્તર પર દાખલ કરવા જોઇએ. અમિતાભે કહ્યું કે મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગની વિશેષ સુરક્ષાત્મક દેખભાળ થવી જોઇએ.

અમિતાભે કહ્યું કે એ જોવું ઉત્સાહજનક છે કે વર્ક પ્લેસ પર ‌મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. આવા સંજોગોમાં આપણે તેમને અનુરૂપ થઇને તેમનું સ્વાગત ન કર્યું કે તેમની ગરિમાની સુરક્ષા ન કરી શક્યા તો ક્યારેય મિટાવી ન શકાય તેવું કલંક લાગશે.

You might also like