‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ના શુટિંગ દરમ્યાન બિગ બી મેહરાનગઢ કિલ્લાના કાયલ થયા

અમિતાભ બચ્ચન મેહરાનગઢ કિલ્લાની સુંદરતાને જોઈને અચંભિત થઇ ગયા. અમિતાભ અત્યારે મેહરાનગઢ કિલ્લામાં ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ની એક સીકવન્સનું શૂટિંગ કરી રહયા છે. બિગ બીએ એમના બ્લોગમાં લખ્યું છે કે “જોધપુરમાં ભવ્ય મેહરાનગઢ કિલ્લો છે. આ દેશના સૌથી મોટા કિલ્લામાંનો એક છે. આની ડિઝાઈન અદ્દભૂત છે. ડિઝાઈન કળાથી ભરપૂર છે. આ કિલ્લામાં ઘણા મહેલ છે. આની સંરચના વિષે વિચારીને જ હું તો આભો બની ગયો છું.”

હાલમાં ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ નું શૂટિંગ ઝડપથી ચાલી રહ્યું છે. અમિતાભ બચ્ચને વધુમાં લખ્યું છે કે, “હું અહી દિવસે ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ ફિલ્મનું શુટિંગ કરું છું. આ કિલ્લો ખૂબ દૂર સુધી ફેલાયેલો છે.”

ઉપરાંત અમિતાભ માને છે કે અહીં કામ કરવું સરળ નથી. ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ 2018ની દિવાળી પર રીલિઝ થશે. આ ફિલ્મમાં આમિર ખાન, ફાતિમા સના શેખ અને કેટરિના કૈફ જેવા એક્ટર પણ લીડ રોલમાં છે.

યશરાજ ફિલ્મ્સ પ્રોડક્શનની આ ફિલ્મને વિજય કૃષ્ણ આચાર્ય ડાયરેક્ટ કરી રહયા છે. તેઓ પહેલા પણ કેટરિના અને આમિરની ફિલ્મ ‘ધૂમ 3’નું નિર્દેશન કરી ચુકયા છે. ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’ 1839ના નવલકથા ‘કોન્ફેશન્સ ઓફ એ ઠગ’નું રૂપાંતર છે. અમિતાભ હાલમાં ‘102 નોટ આઉટ’માં પણ કામ કરી રહ્યા છે, જેમાં રિશી કપૂર પણ લીડ રોલમાં છે.

You might also like