અમિતાભ બચ્ચને જસ્ટિસ કાત્જુને જવાબ અાપ્યો

નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચને ન્યાયમૂર્તિ માર્કંડેય કાત્જુ દ્વારા તેમને ‘ખાલી દિમાગ’ કહેવાની વાતમાં હળવા અંદાજમાં જવાબ અાપ્યો છે. કાત્જુ હંમેશાં વિવાદિત નિવેદનો અાપવા માટે જાણીતા છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે ગઈ ૧૭ સપ્ટેમ્બરે પોતાના એક સોશિયલ મીડિયા પેજ પર અમિતાભે નિશાન પર લેતાં લખ્યું કે અમિતાભ બચ્ચનનું દિમાગ ખાલી છે કેમ કે મોટાભાગના મીડિયા કર્મી તેમનાં વખાણ કરતા ધરાતા નથી. મને લાગે છે કે તેમનું દિમાગ પણ ખાલી છે.

અભિનેતાઅે કાત્જુની ટિપ્પણીને લઈને પૂછતાં કહ્યું કે કાત્જુ યોગ્ય છે. મારું મગજ ખાલી છે. મારું દિમાગ ખલાસ થઈ ગયું છે. અમિતાભે એક સંવાદદાતા સંમેલનમાં એક સવાલનો જવાબ અાપતાં કહ્યું કે અમે એક જ સ્કૂલમાં ભણતા હતા. તેઅો મારા સિનિયર હતા અને અમારી વચ્ચે કોઈ દુશ્મની ન હતી.

ઉલ્લેખનીય છે કે કાત્જુઅે શનિવારે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમને બિગ બીને નિશાન પર લીધા હતા. કાત્જુઅે લખ્યું હતું કે અમિતાભ બચ્ચન અેક એવી વ્યક્તિ છે જેમના મગજમાં કાંઈ જ નથી. કાત્જુની અા પોસ્ટને ૪૭૦૦થી વધુ લોકોઅે લાઈક કરી હતી અને લગભગ ૨૫૦ લોકોઅે શેર કરી હતી.

You might also like