વાઇડ બોલ પર સલાહ આપીને ફસાયા અમિતાભ બચ્ચન

મુંબઇ: IPLની 10મી સિઝનની 28મી લીગ મેચની રોમાચંર હરિફાઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને પૂના સુપરજાઇન્ટ્ની ટક્કર હતી. દરેક બોલિંગ બાદ પાસો પલટાઇ રહ્યો હતો. પરંતુ અંતમાં સ્ટીમ સ્મિથની કપ્તાન વાળી પૂના સુપરજાયન્ટ્સએ માત્ર 3 રનની હરિફાઇમાં પોતાનું નામ બનાવી લીધું.

મુંબઇ ઇન્ડિયન્સની હારથી નિરાશ અમિતાભ બચ્ચને ટ્વિટ કરતાં એના માટે છેલ્લા ઓવરમાં એક બોલરને અમ્પાયર દ્વારા વાઇડ કરાર ના આપવા બદલ જવાબદાર ગણાવ્યો. જો કે આ ટ્વિટ બાદ ખુદ પોતાની જ મજાક થઇ રહી હતી. ક્રિકેટ પ્રશંસક એમના ‘ક્રિકેટ જ્ઞાન’ ની મજાક ઉડાવવા લાગ્યા.

અમિતાભે ટ્વિટ કર્યું હતું કે, ‘છેલ્લી ઓવરમાં એ વાઇડ બોલ હતો. એમ્પાયરે વાઇડ બોલ ના કહ્યું એના કારણે એની કિંમત મુંબઇ ઇન્ડિયન્સએ ચૂકાવવી પડી.’ ત્યારબાદ ટ્વિટર પર લોકો કોમેન્ટ કરીને એમની મજાક ઉડાવવા લાગ્યા. ક ટ્વિટર યૂઝરે લખ્યું, ‘તમે ક્રિકેટ શીખો, સર. એ વાઇડ બોલ નહતો.’ બીજા એક યૂઝરે લખ્યું, ‘મિસ્ટર બચ્ચન, સોરી. તમે એક એક્સપર્ટ અભિનેતા છો. હું તમારું સમ્માન કરું છું, પરંતુ ફીલ્ડ પર તમે એમ્પાયર નહતા, એનું સમ્માન કરો.’


નોંધનીય છે કે આઇપીએલમાં અમિતાભ બચ્ચન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનું સમર્થન કરે છે. સોમવારે રાતે રમાયેલી મેચમાં પૂનાની સામે મુંબઇને જીત માટે 17 રનની જરૂર હતી, પરંતુ છેલ્લા બોલમાં હરભજન સિંહ તરફથી મારવામાં આવેલા છક્કા બાદ પણ ટીમને 3 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like