જ્યારે અમિતાભ બચ્ચનને સલમાન ખાન સમજી બેઠો ફેન ત્યારે…

એક માણસે અમિતાભ બચ્ચનને સલમાન ખાન સમજી સંપર્ક કરવામાં આવ્યો હતો, જે ફિલ્મ ‘બદલા’ ફિલ્મ શૂટ કરવા હાલ સ્કોટલેન્ડના ગ્લાસગો આવ્યા છે. અમિતાભે પોતે આ અંગેની માહિતી ટ્વિટ કરી હતી. બિગ બીએ લખ્યું હતું કે, “જ્યારે ગ્લાસગોની એક કાર મારી પાસે આવી હતી અને રોકાઈ હતી અને તેમાં બેઠેલા વ્યક્તિએ મને કહ્યું, ‘ઓ સલમાન ખાન, તમે કેમ છો?’

 

અમિતાભ બચ્ચનની આ ટ્વીટ પર ઘણા ફેન્સના જબરદસ્ત રિએક્શન મળી રહ્યા છે. ઘણા ચાહકો સલમાન ખાન કરતાં અમિતાભને વધુ હેંડસમ ગણાવે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં, અમિતાભ બચ્ચન તાપસી પન્નુ સાથે સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બદલા’ ની શૂટીંગ કરી રહ્યા છે.

‘બદલા’ ફિલ્મના અંશો અમિતાભ બચ્ચન તેના Instagram પર સતત ફોટો શેર કરી રહ્યાં છે. માહિતી મુજબ આ ફિલ્મમાં અમિતાભનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે.

You might also like