અમિતાભ બચ્ચને પૂરી કરી કેન્સર પીડિતાની ઇચ્છા

મુંબઇઃ મહાનાયક અભિતાભ બચ્ચને કેન્સર પીડિત એક યુવતીની સાથે તેનો જન્મદિવસ મનાવીને તેની ઇચ્છા પૂરી કરી છે. “વજીરા’ ફિલ્મ દરમ્યાન સુપર સ્ટાર હાર્દિકા સાથે અમિતાભ બચ્ચનની મુલાકાત થઇ હતી. તેણીએ તેનો જન્મ દિવસ અમિતાભ બચ્ચન સાથે મનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હાર્દિકાની ઇચ્છા અમિતાભ બચ્ચને પૂર્ણ કરી છે.

અમિતાભ બચ્ચને હાર્દિકા સાથેના તેના જન્મદિવસના ફોટોગ્રાફ્સ બ્લોગ પર પોસ્ટ કર્યા છે. સાથે જ તેની સાથે થયેલી મુલાકાત અંગેની વિસ્તૃત માહિતી પણ તેમણે આપી છે. તેમણે બ્લોગ પર લખ્યું છે કે એક છોકરી હાર્દિકા કેન્સર ગ્રસ્ત છે અને તેને મને મળવાની અદમ્ય ઇચ્છા હતી. તે સુંદર તેમજ વિનમ્ર છે. તે એક ઓક્સિજન કંટેનર સાથે આમ તેમ જાય છે. ખૂબ જ પીડા હોવા છતાં સહજતાથી તેનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે હાર્દિકા હસ્તે મોઠે પોતાની વેદના સહન કરી કેન્સરને માત આપવાનો પ્રયાસ કરી રહી છે. અમિતાભે તે જલ્દી સાજી થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે જ ફૂલોનું બુક્કે પણ તેને આપ્યું હતું.

You might also like