કઠુઆ દુષ્કર્મના મામલામાં બીગ બી બોલ્યા – ”મને આ વિશે ન પૂછો”

મહિલાઓ અને બાળકીઓની સાથે થઇ રહેલા ગુનાઓનો પર દેશોના લોકોમાં આક્રોશ છે. કઠુઆ અને ઉન્નાવ રેપના મામલામાં ઘણા બોલિવુડના સેલેબ્સ પોતાનો ગુસ્સો વ્યકત કરી ચૂક્યા છે. આ મામલામાં હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનું રિએક્શન સામે આવ્યુ છે.

ફિલ્મ ‘102 નૉટ આઉટ’ માં સોંગ લોન્ચિંગ દરમિયાન અમિતાભ બચ્ચનને એક સવાલ કરવામાં આવ્યો કે ”તેઓ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ના બ્રાન્ડ એમ્બેસેડર છે. હાલમાં દેશની બાળકીઓ પર થઇ રહેલા યૌન ઉત્પીડનને દેશને હચમચાવી દીધો છો તો આ ગુના વિશે તમે શું વિચારો છો?” જ્યારે અમિતાભ બચ્ચને કહ્યુ કે, ”આ પ્રકારના જધન્ય અપરાધો પર વાત કરવી ખૂબ ખરાબ લાગે છે અને આ ખૂબ ડરાવનારી ઘટના છે. આ પ્રકારના સવાલ તેમને પૂછવામાં ન આવે.”

આ અગાઉ સિમી ગ્રેવાલે આ ઘટના પર ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે, ”આ ગ્રહ પર એવી કોઈ જાતિ નથી જે આનાથી વધુ બર્બર હોય. આટલા રાક્ષસ છે રેપિસ્ટ. આ લોકોના આ જધન્ય અપરાધ માટે અહીં કોઈ પણ નથી. ફક્ત 8 વર્ષની બાળકી? હું માત્ર પૂછી શકું છું કે, આખરે ભગવાન ક્યાં છે?” એક્ટ્રેસ સોનમ કપૂરે ટ્વીટમાં લખ્યું કે, ”ફેક નેશનલ્સ અને ફેક હિંદુઓને શરમ આવવી જોઈએ. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, આ બધું આપણા દેશમાં થઈ રહ્યું છે.”

આલિયાએ કહ્યુ કે, ”એક છોકરી, એક મહિલા, એક વ્યકિત અને એક સોસાયતીનો હિસ્સો હોવાની રીતે મને ખરાબ લાગી રહ્યુ છે. જ્યારથી મેં આ સમાચાર વાંચ્યા છે, ત્યારથી આ કેસને ફૉલો કરી રહી છું. પરંતુ છેલ્લ 2 દિવસથી મેં આ સમાચાર વાંચવાના છોડી દીધા છે, કેમકે મને લાગે છે કે હું જેટલું વાંચીશ એટલું મને દુ:ખ છે.”

ફરહાન અખ્તરે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ”જરા વિચારો તે 8 વર્ષની બાળકી પર શું વિત્યું હશે, જેની સાથે આ જધન્ય કૃત્ય થયું. તેની સાથે રેપ થયો અને તેને મારી નાંખવામાં આવી. જો તમે જસ્ટિસ નથી માગી શકતા તો તમે કંઈ જ નથી અને કંઈ કરી શકતા નથી.” ફરહાનના પિતા જાવેદ અખ્તરે પણ કઠુઆ કેસ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું કે. ”જે લોકો મહિલાના હિતમાં અને તેમના માટે જસ્ટિસ માગી રહ્યાં છે તેમણે આ ઘટના વિશે જાણ્યા બાદ સ્ટેન્ડ લેવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. બળાત્કારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવો.”

You might also like