ટીબી કોઇ ભયાનક રોગ નથી હું પણ ભોગ બની ચુક્યો છું : અમિતાભ

નવી દિલ્હી : અમિતાભ બચ્ચનનું કહેવું છે કે 2000માં કોન બનેગા કરોડપતિ શો દરમિયાન ટીનાં કારણે તેમને ખુબ જ દર્દ થતું હતું. જેનાં કારણે આ દર્દને ઓછું કરવા માટે દિવસની 8-10 ટેબલેટ્સ લેતા હતા. તેમને એટલું બધું દર્દ થતું હતું કે તેને શો દરમિયાન બેસવામાં પણ મુશ્કેલી થતી હતી. ઘણી વખત તો ચાલુ શો દરમિયાન અસહ્યપીડા હોવા છતા પણ હોટ સીટ પર બેસી રહેવું પડતું હતું. દિલ્હીમાં ટીબી અંગેનાં જ એક કાર્યક્રમમાં અમિતાભે પોતાને થયેલા ટીબી અંગે માહિતી આપી હતી. અમિતાભની સાથે અમેરિકામાં ભારતનાં એમ્બેસેડર રિચર્ડ રાહુલ વર્મા હાજર હતા. અત્રેઉલ્લેખનીય છે કે 24 માર્ચને વર્લ્ડ ડોટ ડે તરીકે ઉજવવામાં આવે છે.

અમિતાભે જણાવ્યું કે વર્ષ 2000માં મને ટીબી હોવાનું નિદાન થયું હતું. જેની સારવાર એક વર્ષ સુધી ચાલી હતી. આ તેવો સમય હતો જ્યારે મને ટીબીનું નિદાન થયું અને મારા શો કેબીસીની પણ જાહેરાત થઇ હતી. તે શુટિંગ રદ્દ થઇ શકે તેમ પણ ન હતું. જાહેરાત થઇ ચુકી હતી. ત્યારે હું ખુબ જ અસહજ અનુભવતો હતો. હું ન તો સુઇ શકતો હતો કે ન તો બેસી શકતો હતો. શોનું સારી રીતે એન્કરિંગ કરી શકું તે માટે મારે 8-10 જેટલી પેઇન કિલર ટેબ્લેટ્સ લેવી પડતી હતી.

જો કે અમિતાભે કહ્યું કે હું પોતે પણ ટીબીનો ભોગ બની ચુક્યો છું. ટીબી દરમિયાન શું દર્દનો અનુભવ થાય છે તે હું જાણું છું. પરંતુ ટીબીનો ઇલાજ છે. જે લોકો ટીબી એટલે જીવન પુરૂ એવું માની રહ્યા છે તે ખોટું છે. હું પોતે એક વર્ષની સારવાર બાદ અત્યારે સાજોને સારો છું. સામાન્ય જીવન જીવી રહ્યો છું. મારી પૌત્રી અને પૌત્રો સાથે રમી રહ્યો છું. હું નિયમિત પરેજી પાળું છું અને સામાન્ય જીવન જીવું છે. મને જીવનમાં હાલ કોઇ તકલીફ નથી.

You might also like