અમિતાભ બચ્ચનના મોતની અફવાથી લોકો હેરાન-પરેશાન

મુંબઈ: તાજેતરમાં કેટલાક લોકોના ફેસબુક અને વોટ્સઅેપ પર મેસેજ અાવ્યો કે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મૃત્યુ પામ્યા છે. અા મેસેજમાં જણાવાયું હતું કે ૨૩ ફેબ્રુઅારીઅે સવારે ૧૧.૦૦ વાગ્યે અમિતાભ બચ્ચને અા દુનિયામાંથી વિદાય લીધી છે. બધાં તેમના અાત્માની શાંતિ માટે પ્રાર્થના કરે. એક જાણીતા અંગ્રેજી ન્યૂઝપેપરની વેબસાઈટ પર અાવેલા સમાચાર મુજબ અા અફવાઅે બિગ બીના ફેન્સને ખૂબ જ પરેશાન કરી દીધા અને ત્યારબાદ અમિતાભના પ્રવક્તાને નિવેદન અાપવું પડ્યું કે તેઅો યોગ્ય છે, તેમની તબિયત સારી છે અને તેઅો પરિવાર સાથે ખુશ છે.

અા પ્રકારની અફવાનો શિકાર થનાર અમિતાભ કોઈ પહેલી વ્યક્તિ નથી. દિલીપકુમારને લઈને પણ થોડા સમય પહેલાં અાવી અફવા ઊડી હતી તો યો યો હનીસિંહ, ગુલ પનાગ, લતા મંગેશકરને લઈને પણ એવા સમાચાર અાવ્યા હતા કે તેમનું મૃત્યુ થયું છે.

હોલિવૂડમાં રેહાના, બ્રિટની ‌િસ્પયર્સ, જોની ડેપ, ટોમ હેન્ક્સ પણ અાવી અફવાઅોનો શિકાર થઈ ચૂક્યાં છે. હાલના સમયમાં જ્યારે ઇન્ટરનેટ અને ટેકનોલોજી અાપણી જરૂરિયાત બની ગયાં છે, પરંતુ તેમાં અા પ્રકારની ખોટી માહિતી ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે.

You might also like