અમિતાભે રિલાયન્સ જિયો દ્વારા 3 લાખ બાળકો સાથે વાત કરી

મુંબઇઃ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને ટેલીકોમ સેવા રિલાયન્સ જિયોના માધ્યમથી પોતાની ઓફિસમાં બેઠા બેઠા 100 સ્કૂલના ત્રણ લાખથી વધારે વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે.

અમિતાભે તેના બ્લોગમાં લખ્યું છે કે ગુજરાત, જમ્મુથી લઇને તમે વિશ્વાસ નહી કરો પૂર્વોત્તરમાં નાગાલેન્ડ સુધી સમગ્ર દેશમાં 100થી પણ વધારે સ્કૂલો સાથે સંપર્ક અને વાતચીત ખૂબ જ રસપ્રદ રહી છે. તે થોડી જ મિનિટમાં મારી ઓફિસમાંથી જ શક્ય બન્યું. બધા જ કલાકાર સાથે જ હતા. અમને ખુબ જ આનંદ આવ્યો. આ એક આહ્લાદક અનુભવ હતો. અમિતાભે કહ્યું કે અમે એક શહેરમાંથી બીજા શહેરમાં ફોન લગાવ્યો અને તુરંત જ અમારો સંપર્ક થઇ હતો. બીગબીએ તમામ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

અમિતાભ બચ્ચને ટવિટર પર લખ્યું છે કે પોતાની ઓફિસમાંથી બેસીને દેશભરમાં 100થી પણ વધારે સ્કૂલોમાં 3.5 લાખ વિદ્યાર્થીઓ સાથે જોડાયો. તેમણે કહ્યું કે ફિલ્મ પ્રમોશન માટે કલાકારોએ એક શહેરથી બીજા શહેર જવું પડે છે પરંતુ અમે તો ઓફિસમાં બેસીને જ આ સફર કાપી લીધી.

You might also like