નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચને ‘પીકુ’ ફિલ્મમાં ભજવેલા દીપિકા પદુકોણના પિતાના રોલ માટે તેમને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એવોર્ડ મળ્યા બાદ ટિ્વટર પર મોડી રાત્રે બિગ બીએ પોતાના પ્રશંસકોનો આભાર માન્યો. સાથેસાથે તેમણે ગુજરાતને ‘બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ જાહેર કરાયાનાં પણ અભિનંદન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. ટિ્વટર પર તેમણે લખ્યું છે કે ‘નેશનલ એવોર્ડ જીતનારા લોકોને અભિનંદન અને ગુજરાતને પણ ખૂબ ખૂબ અભિનંદન’. ગુજરાતે ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ટિ્વટ સાથે બિગ બીએ પોતાની એક સ્ટાઇિલશ તસવીર પણ શેર કરી છે. ૭૩ વર્ષના અમિતાભ બચ્ચનનો આ ચોથો નેશનલ એવોર્ડ છે. આ પહેલાં તેમણે ૧૯૯૦માં ‘અગ્નિપથ’, ર૦૦પમાં ‘બ્લેક’ અને ર૦૦૯માં ‘પા’ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. બેસ્ટ અભિનેત્રીની શ્રેણીમાં કંગનાએ ત્રીજી વખત એવોર્ડ મેળવ્યો છે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…