બિગ બીએ નેશનલ એવોર્ડ જીત્યા બાદ ગુજરાતને અભિનંદન આપ્યાં

નવી દિલ્હી: મહાનાયક અમિતાભ બચ્ચને ‘પીકુ’ ફિલ્મમાં ભજવેલા દીપિકા પદુકોણના પિતાના રોલ માટે તેમને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એવોર્ડ મળ્યા બાદ ટિ્વટર પર મોડી રાત્રે બિગ બીએ પોતાના પ્રશંસકોનો આભાર માન્યો. સાથેસાથે તેમણે ગુજરાતને ‘બેસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ જાહેર કરાયાનાં પણ અભિનંદન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે. ટિ્વટર પર તેમણે લખ્યું છે કે ‘નેશનલ એવોર્ડ જીતનારા લોકોને અભિનંદન અને ગુજરાતને પણ ખૂબ ખૂબ અભિનંદન’. ગુજરાતે ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ટિ્વટ સાથે બિગ બીએ પોતાની એક સ્ટાઇ‌િલશ તસવીર પણ શેર કરી છે. ૭૩ વર્ષના અમિતાભ બચ્ચનનો આ ચોથો નેશનલ એવોર્ડ છે. આ પહેલાં તેમણે ૧૯૯૦માં ‘અગ્નિપથ’, ર૦૦પમાં ‘બ્લેક’ અને ર૦૦૯માં ‘પા’ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. બેસ્ટ અભિનેત્રીની શ્રેણીમાં કંગનાએ ત્રીજી વખત એવોર્ડ મેળવ્યો છે.

You might also like