પોતાની મિલકતને આ રીતે વહેચશે અમિતાભ બચ્ચન

મુંબઇઃ અમિતાભે ટવિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે પોતાની સંપત્તિની વહેંચણી અંગે વાત કરી છે. પોતાની સંપત્તિ પોતાના બંને બાળકોના નામે તેમણે કરી છે. તેમણે ટવિટર પર લખ્યું છે કે મારા મૃત્યુ પછી મારી પાસે જે પણ કાંઇ હશે, તેની પર મારી પુત્રી અને મારા પુત્રનો એક સરખો હક રહશે. અમિતાભે પોતાની મિલકત અભિષેક અને શ્વેતા નંદાને એક સરખા ભાગે વહેચશે.

અમિતાભ એક ટવીટરમાં એક બેનર સાથે જોવા મળ્યા હતા. જેમાં genderequality અને WeAreEqualના હેશટેગ સાથે આ સંદેશને તેમણે ટવીટર પર શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમિતાભના આ પોસ્ટથી છોકરા-છોકરીઓ વચ્ચેનો ભેદ સમાપ્ત થઇ જશે. ખાસ કરીને પ્રોપર્ટી જેવી બાબતમાં.

http://sambhaavnews.com/

You might also like