અમિતાભ બચ્ચન અને સેહવાગે શોભા ડેની બોલતી બંધ કરી

મુંબઈ: બેડમિન્ટન સિંગલ્સની સેમિફાઈનલમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ પી. વી. સિંધુ પર પ્રશંસાનો વરસાદ વરસી રહ્યો છે. અા બધાની વચ્ચે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેને તેનાં વખાણ કરતાં ટ્વિટ કર્યું છે કે પી. વી. સિંધુઅે મહિલા બેડમિન્ટનની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. અા પહેલાં કોઈ પણ ભારતીય ફાઈનલમાં પહોંચ્યા ન હતા એટલું જ નહીં એથ્લીટ્સના ખરાબ પ્રદર્શનની ટીકા કરનાર શોભા ડે પર નિશાન સાધતાં બિગ બીઅે કહ્યું છે કે તમે ખાલી હાથ નથી. તમે મેડલ લઈને પાછા ફરી રહ્યા છો અને અમે તમારી સાથે સેલ્ફી લેવા ઇચ્છીઅે છીઅે. અમિતાભ બચ્ચને અન્ય એક ટ્વિટમાં જણાવ્યું કે ક્યારેય મહિલાઅોને અોછી ન અાંકવી જોઈઅે. પી. વી. સિંધુ તમે એવા લોકોને ચૂપ કરી દીધા છે, જે તમને નીચા અાંકી રહ્યા હતા.

અમિતાભ બચ્ચને લેખિકા શોભા ડે પર સીધો કટાક્ષ કરતાં કહ્યું કે તમે બોલનારા લોકોની બોલતી બંધ કરી દીધી છે. કર્મ બોલે છે અને ક્યારેક ક્યારેક ‘કલમ’ને પણ હરાવી દે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

ઉલ્લેખનીય છે કે શોભા ડેઅે તાજેતરમાં એવું ટ્વિટ કર્યું હતું કે ભારતીય એથ્લીટ્સ ઓલિમ્પિક્સમાં માત્ર સેલ્ફી પડાવા જાય છે. ભારતીય ટીમનું લક્ષ્ય છે રિયો જાઅો, સેલ્ફી લો અને ખાલી હાથ પાછા ફરો. પૈસા અને મોકા બંનેની બરબાદી કરો.

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે પણ શોભા ડે પર કટાક્ષ કરતું ટ્વિટ કર્યું છે. સેહવાગે કહ્યું કે સાક્ષી મલિકના ગળામાં મેડલ કેટલો શોભાસ્પદ લાગી રહ્યો છે. લોકોઅે શોભા ના અાપે તેવું કામ ન કરવું જોઈઅે. સેહવાગના ટ્વિટ બાદ અમિતાભ બચ્ચને પણ તેનાં વખાણ કરતાં ટ્વિટ કર્યું છે કે હા… હા…હા…વીરુજી તમારી સેન્સ અોફ હ્યુમરે વધુ એક સિક્સર મારી, સ્ટેડિયમની બહાર. ઉલ્લેખનીય છે કે સેહવાગ ટ્વિટર પર ખાસ્સો એક્ટિવ છે. તે પોતાના તીખા અને રમૂજી ટ્વિટ માટે જાણીતો છે.

સાક્ષીની જીતની મજાક ઉડાવનાર પાકિસ્તાની પત્રકારને અમિતાભનો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના સામા ટીવીના પત્રકાર અોમર કુરેશીઅે સાક્ષીના બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટ્વિટ કર્યું કે ભારતે ૧૧૯ એથલિટ્સને રિયોમાં મોકલ્યા તેમાંથી માત્ર એક બ્રોન્ઝ મેડલ મળ્યો. ૧.૨૫ બિલિયનની વસ્તી અને માત્ર એક જ બ્રોન્ઝ મેડલ? તેની સામે પાંચ મિલિયનની વસ્તી ધરાવતા નોર્વેઅે બે મેડલ મેળવી લીધા. અમિતાભ બચ્ચને કુરેશીના ટ્વિટનો જવાબ અાપતા કહ્યું કે અમારા માટે અા મેડલ ૧,૦૦૦ ગોલ્ડ મેડલ બરાબર છે. અમને સાક્ષી પર ગર્વ છે. તે ભારતીય છે અને એક મહિલા છે. અમને તેની પર ગર્વ છે.

You might also like