ફિલ્મ ‘તીન’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ

મુંબઇ: રિભૂ દાસગુપ્તાની આવનારી ફિલ્મ ‘તીન’નું પહેલું પોસ્ટર પ્રકાશિત થઇ ગયું છે અને તેમાં મહાનાયક અમિતાભ બચ્ચન અને નવાઝુદ્દીન સિદ્દીકી કોલકત્તાની સોસાયટીમાં લીલા કલરનું સ્કૂટર ચલાવતા જોવા મળી રહ્યા છે.

અમિતાભે આ પોસ્ટર શનિવાર રાતે ટ્વીટર પર શેર કર્યુ હતું, જેમાં બેકગ્રાઉન્ડમાં કોલકત્તાની જાણીતી પીળા કલરની ટેક્સીઓ અને ટ્રેમ પણ જોવા મળી રહી છે.

પોસ્ટરની સાથે અમિતાભ બચ્ચનએ લખ્યું છે કે,’ફિલ્મ ‘તીન’નું પહેલું રજૂ કરેલું પોસ્ટર’. ફિલ્મના નિર્માતા સુજોય ઘોષએ એવું પણ કહ્યું છે કે આ ફિલ્મમાં અભિનેત્રી વિદ્યા બાલન કેમિયોની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 10 જૂને રિલીઝ થશે.
teen-1
ફિલ્મ ‘તીન’માં અમિતાભ બંગાળી બાબૂના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મને સાઇન કરવાને લઇને અમિતાભ માટે એવા પણ સમાચાર મળ્યા હતાં કે તેઓએ સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ફિલ્મ કરવા માટે સહી કરી લીધી હતી.

You might also like