દાદા અમિત શાહ સાથે પૌત્રીની પ્રથમ તસ્વિર વાયરલ

અમદાવાદઃ અમિત શાહના પુત્ર જય શાહને ત્યાં દીકરી જન્મ થયો છે. હાલ શાહ પરિવારમાં ખુશીનો માહોલ છે. ત્યારે હોસ્પિટલમાં દાદા સાથે પૌત્રીની પ્રથમ તસ્વિર સામે આવી છે. જેમાં પૌત્રીને હાથમાં રાખેલ અમિત શાહ એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે. 11 એપ્રિલ હનુમાન જંયિતને મંગળવારના રોજ અમિત શાહના પુત્ર જયને ત્યાં લક્ષ્મી જન્મી હતી. ત્યારે પૌત્રીની પ્રથમ ઝલક જોવા માટે દાદા અમદાવાદ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં જઇને પૌત્રીનું જોઇ હતી. સાથે જ હોસ્પિટના સ્ટાફ, પૌત્રી અને પુત્રવધુ સાથે અમિત શાહે ફોટો પણ પડાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસ માટે અમદાવાદના પ્રવાસે આવ્યા હતા. અમિત શાહના પુત્ર જય શાહના ઘરે દીકરીનો જન્મ થતાં તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પ્રસંગે તેઓ અમદાવાદ આવ્યા હતા. ત્યારે દાદા બન્યાની શુભેચ્છા પાઠવવા માટે અમિત શાહના નિવાસસ્થાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના પક્ષના સિનિયર આગેવાનો અને ધારાસભ્યો અને કાર્યકરોએ ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like