કીર્તિ મંદિરમાં અમિત શાહ-રૂપાણીએ બાપુને નમન કર્યાં

આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 148મી જન્મજયંતિ છે. તે નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિરમાં બાપુનો શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાપુનું નિવાસસ્થાન કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે.

આ પ્રસંગે કીર્તિ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કીર્તિ મંદિર પહોંચી ગયા હતા. તેમણે બાપુને નમન કર્યા હતા. કીર્તિ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કથાકાર રમેશ ઓઝા પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કીર્તિ મંદિર પહોંચ્યા હતા. આજે રાષ્ટ્રપતિ કોવિંદ પણ પોરબંદરની મુલાકાતે આવશે.

You might also like