અમિત શાહ કેરળની મુલાકાતે, પ્રદેશ અધ્યક્ષની કરી શકે છે જાહેરાત

ભાજપ આવતા વર્ષે યોજાનાર 2019 ચૂંટણી પહેલા પક્ષને મજબુત કરવાના પ્રયત્ન કરી રહ્યું છે. જેને લઇને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સતત રાષ્ટ્રવ્યાપી યાત્રાઓ કરી રહ્યાં છે. આ જ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે કેરલની મુલાકાતે જઇ રહ્યાં છે.

અમિત શાહ કેરળમાં પક્ષના નેતાઓ સાથે બેઠક યોજશે. તેની સાથે રાજ્યના દિગ્ગજ લોકો સાથે મુલાકાત પણ કરશે. ઉલ્લેખનીય છે ભાજપ કેરળમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ સવારે તિરૂવંતપુરમ એરપોર્ટ પહોંચશે જ્યાંથી તેઓ ભાજપની કોર કમિટિના સભ્યો સાથે બેઠક કરશે.

આ બેઠક બાદ અમિત શાહ રાજ્યના બધા લોકસભા ક્ષેત્રના પ્રભારિયો સાથે સંયુક્ત બેઠક અને વિચાર વિમર્શ કરશે. અમિત સાહ તિરૂવંતપુરમ, અંટગલ, કેલ્લમ, પઠાનમથિઠ્ઠા, આલપ્પુષા અને માવલેક્કારા લોકસભા ક્ષેત્રના બુથ સ્તરના કાર્યકર્તાઓ અને પ્રભારીયો સાથે બેઠક કરશે.

અમિત શાહ રાજધાનીમાં કેટલાક પ્રમુખ વ્યક્તિઓ સાથે મુલાકાત કર્યા બાદ આરએસએસ અને તેની સાથેના સંગઠનોના વરિષ્ઠ નેતાઓને મળશે. ઉલ્લેખનીય છે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો કેરળ પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે પક્ષના કાર્યકરોમાં તણાવ જોવા મળી રહ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ કુમ્માનમ રાજશેખરનને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિમણુક કર્યાં એક મહીનો થયો છે. આમ હાલમાં રાજ્યના પ્રદેશ પ્રમુખની કમાન પણ મજબૂત નેતાને સોંપવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

You might also like