UPમાં સીએમ માટે પછાત જાતી વર્ગ પર દાવ લગાવી શકે છે ભાજપ

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કર્યા બાદ ભાજપમાં મુખ્યમંત્રી પદ પર કોને નીમવા તે અંગે મથામણ ચાલી રહી છે. આ મામલે રવિવારે પાર્ટી મુખ્યાલય પર સંસદીય બોર્ડની એક બેઠમાં 16 માર્ચે યૂપીમાં વિધાયક દળની બેઠક બોલાવવા અને કેન્દ્રીય મંત્રી વૈક્યા નાયડુ અને પાર્ટી મહાસચવી ભુપેન્દ્ર યાદવને સુપરવાઇઝર તરીકે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બોર્ડે મુખ્યમંત્રી ચૂંટવાનો અધિકાર પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આપ્યો છે. જોકે પાર્ટીએ સંકેત આપ્યા છે કે યૂપીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો પછાત જાતી વર્ગથી હશે. જેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે.આ સિવાય ઉત્તરાખંડમાં પણ મહાસચિવ સરોજ પાંડે અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સુપરવાઇઝર તરીકે મોકલામાં આવશે.  જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મણિપુરમાં પાર્ટીના સુપરવાઇઝર બનશે.

યૂપીમાં સીએમ પદ તરીકે કોને રાખવા તે મામલે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે બોર્ડની બેઠક સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે લાંબી બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ પદ પર પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્ય, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રેલવે મંત્રી મનોજ સિંહા પાર્ટી ઉપાધ્યક્ષ દિનેશ  શર્મા અને રાષ્ટ્રિય સચિવ શ્રીકાંત શર્માનું નામ લખવામાં આવ્યું છે. જોકે પ્રધાનમંત્રી મોદી હંમેશા લોકોને ચોકાવે તેવા નિર્ણયો લેતા હોય છે.

http://sambhaavnews.com/

 

 

You might also like