મિશન-૨૦૧૯ માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ મણિપુરના પ્રવાસે

નવી દિલ્હી: મિશન-૨૦૧૯ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મણિપુરના પ્રવાસે રવાના થશે, જેમાં તેઓ પૂર્વોત્તરનાં તમામ સાત રાજ્યના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી તેમને આગામી ચૂંટણીમાં જીત કેવી રીતે મેળવવી તે અંગેનો મંત્ર આપશે. ભાજપ આ રાજ્યમાં ૨૦થી વધુ સીટ પર વિજય મેળવવા માગે છે.

બીજી તરફ અમિત શાહના સ્વાગત માટે મણિપુરમાં ખાસ તૈયારી કરવામા આવી છે. મણિપુરમાં પૂર્વોતરના તમામ મુખ્યપ્રધાન અને પાર્ટીના તમામ નેતાઓ સાથે અમિત શાહની મુલાકાત યોજાવાની છે, જેમાં આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અંગે રણની‌િત તૈયાર કરવાની ચર્ચા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે વર્ષમાં પૂર્વોતરનાં મોટા ભાગનાં રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સારી સફળતા મળી છે તેને ધ્યાનમાં લઈ ભાજપ આ રાજ્યમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરવા માગે છે. તેથી આજે મણિપુરમાં જે બેઠક યોજાશે તેમાં આ અંગે જ ખાસ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ભાજપ અરુણાચલ, મણિપુર, નાગાલેન્ડ અને મેઘાલયમાં સરકાર બનાવવામાં સફળ રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જ ભાજપ દ્વારા આ રાજ્યમાં સ્થિતિ મજબૂત બનાવવાના ભાગરૂપે ખાસ રણની‌િત ઘડવામાં આવી છે. ભાજપ હવે મિઝોરમ પર ખાસ ફોકસ કરી રહ્યું છે. આ રાજ્યમાં ખ્રિસ્તીઓની વધુ વસ્તી છે. તેથી ભાજપ ૨૦૧૯ની ચૂંટણી માટે આ રાજ્યમાં આક્રમક રીતે કામ કરી ખાસ રણની‌િત બનાવી રહ્યું છે.

You might also like