મિશન 2019: અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હીમાં ભાજપ પ્રદેશ પ્રમુખોની બેઠક

કેન્દ્રમાં મોદી સરકારના 4 વર્ષ આ વર્ષે પુરા થવા જઇ રહ્યાં છે. ભાજપે 48 વર્ષ vs 48 મહીના’નુ સૂત્ર રાખ્યું છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2019ના ચૂંટણી અભિયાનને સફળ આપવા માટે આજે પક્ષના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષો, સંગઠન મંત્રીઓ, કેન્દ્રીય પદાધિકારીઓ અને પક્ષના દરેક મોરચાના સંયુક્ત કાર્યસમિતિના પદાધિકારીઓ ભાગ લેશે.

આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં યોજાશે. 2019ની ચૂંટણીના મદ્દેનજર આ બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ, સંગઠન અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

એક અહેવા મુજબ 17 મેના રોજ પક્ષના દરેક સાત મોરચાની રાષ્ટ્રીય કાર્યકારણી સંમેલન પહેલા આ બેઠક યોજાઇ રહી છે. 17 મેના રોજ યોજાનારા કાર્યક્રમમાં આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન કરશે.


દિલ્લીમાં આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપના પ્રમુખો અને સંગઠન મહામંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મામલે વિવિધ કાર્યક્રમો યોજવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બેઠક બોલાવવામાં આવી છે. અમિત શાહે મિશન 2019 સફળ થાય તે માટે રોડમેપ પણ તૈયાર કરી લીધો છે.

રાજ્યોના પ્રદેશ ભાજપ પ્રમુખોને લોકસભાની તૈયારીમાં લાગી જવા માટે આદેશ કરાયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને પણ આ બેઠક બોલાવવામાં આવી છે. મહત્વનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. આ સાથે જ 4 વર્ષમાં મોદી સરકારે શું કાર્યો કર્યા, સરકારની યોજનાઓ, જીએસટી, નોટબંધી જેવી વિવિધ યોજનાઓ અંગે જનતાને અવગત કરાવવામાં આવશે.

દિલ્લીમાં આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપના પ્રમુખો અને સંગઠન મહામંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ મામલે વિવિધ કાર્યક્રમો યોજવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ આ બેઠક બોલાવવામાં આવી છે.

અમિત શાહે મિશન 2019 સફળ થાય તે માટે રોડમેપ પણ તૈયાર કરી લીધો છે. રાજ્યોના પ્રદેશ ભાજપ પ્રમુખોને લોકસભાની તૈયારીમાં લાગી જવા માટે આદેશ કરાયો છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને પણ આ બેઠક બોલાવવામાં આવી છે.

મહત્વનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. આ સાથે જ 4 વર્ષમાં મોદી સરકારે શું કાર્યો કર્યા, સરકારની યોજનાઓ, જીએસટી, નોટબંધી જેવી વિવિધ યોજનાઓ અંગે જનતાને અવગત કરાવવામાં આવશે.

You might also like