રાહુલ ગાંધી અમેઠીનાં વિકાસનો હિસાબ આપેઃ અમિત શાહ

અમેઠીઃ ભારતીય જનતા પાર્ટી(ભાજપા) અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસનાં ગઢ અમેઠીમાં નહેરૂ-ગાંધી પરિવાર પર જોરદાર પ્રહાર કર્યા છે. અમિત શાહે પ્રહાર કરતાં જણાવ્યું કે રાહુલ ગાંધી ગુજરાતની પહેલાં પોતાનાં સંસદીય ક્ષેત્રનાં વિકાસનો હિસાબ આપે.

અમિત શાહે અહીં રેલીનું સંબોધન કરતાં જણાવ્યું કે દેશ અને પ્રદેશમાં શ્રી ગાંધીનાં પરદાદા, દાદી અને પિતાએ શાસન કર્યું. અમેઠીથી લગભગ 40 વર્ષોથી એમનાં જ પરિવારનાં સાંસદ છે, તો આ ક્ષેત્રની આવી દુર્દશા કેમ. એમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ પાસેથી એમની ત્રણ પેઢીઓનાં વિકાસને લઇ હિસાબ માંગ્યો.

એમનું એમ કેહવું હતું કે પંચાયતથી સંસદ સુધી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે. તો તેઓ હવે ગુજરાતમાં વિકાસનાં પ્રશ્નો પૂછી રહ્યાં છે. પરંતુ પહેલાં તેઓ એમ જણાવે કે અમેઠીથી તેઓ કેટલાં વર્ષથી સાંસદ છે. અહીંયા ડીએમ ઓફિસ, ટીબી હોસ્પિટલ તેમજ એફએમ રેડિયો સ્ટેશન કેમ અહીં નથી બન્યાં. ગોમતી નદીને લઇ બંધ કેમ નથી બનાવવામાં આવ્યો. તેમજ ગરીબોને પણ આવાસ કેમ નથી મળ્યાં.

એમને એમ પણ કહ્યું કે વિકાસનાં બે મૉડલ છે. પહેલા ગાંધી-નહેરૂ મૉડલ હતું અને હવે મોદી મૉડલ. પહેલા મૉડલમાં કેટલોક વિકાસ કરવામાં આવ્યો જો કે બીજા મૉડલમાં દરેકનાં વિકાસ માટેની વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. ગુજરાતમાં દરેક ઘરમાં વિજળી, પાણી તેમજ સગવડતાથી ભરેલ સ્વાસ્થ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓ પણ હાલમાં ઉપલબ્ધ છે. ભાજપ ઉત્તર પ્રદેશને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવા ઇચ્છે છે. મોદી સરકાર અને યોગી સરકાર આ દિશા તરફ જ પ્રયાણ કરી રહ્યાં છે.

You might also like