અમિત શાહે સોનિયા પર કર્યો વળતો પ્રહાર- જ્યારે UPAએ 12 લાખ કરોડનો ગોટાળો કર્યો, ત્યારે ક્યાં હતો દેશપ્રેમ?

નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. કેરળમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધીએ થોડા દિવસો પહેલાં ભાવુક ભાષણ આપ્યું અને પોતાનો દેશપ્રેમ બતાવ્યો, પરંતુ તે એ જાણવા માંગે છે કે જ્યારે યૂપીએના કાર્યકાળમાં 12 કરોડનો ગોટાળો થયો ત્યારે તેમનો દેશપ્રેમ ક્યાં હતો?

ત્રિસૂરમાં પોતાના સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે ‘હમણાં સોનિયાજી કેરળ આવ્યા. વાત કરતાં-કરતાં ભાવુક, ઇમોશનલ થઇ ગયા. સોનિયાજીએ જણાવ્યું કે તેમની દેશભક્તિ પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના નેતૃત્વમાં કેન્દ્રમાં 10 વર્ષ સરકાર ચાલી, 12 લાખ કરોડનો ગોટાળો થયો, તે સમયે તમારો દેશપ્રેમ ક્યાં ગયો?

અમિત શાહે કોંગ્રેસના શાસન પર આરોપના બાણ ચલાવતાં કહ્યું કે જો તે કોંગ્રેસના કાર્યકાળમાં ગોટાળાનું લિસ્ટ વાંચવા લાગે તો સાત દિવસનો સમય પણ ઓછો પડી જશે. રાજ્યમાં ચૂંટણીના માહોલને જોતાં ભાજપના અધ્યક્ષે કહ્યું કે ‘અમારો એજન્ડા કેરલ સાથે યૂડીએફ અને એલડીએફ બંનેને જડમૂળમાંથી ઉખેડવાનો છે.’

અમિત શાહે કેરલમાંથી યુવાનોના પલાયનનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે ‘જો કેરલના યુવાનોને યોગ્ય તક અને રોજગારના અવસર આપવામાં આવતા તો દિલ્હી અને મુંબઇ જવા માટે મજબૂર ન થતા. તેમણે આગળ કહ્યું કે કેરલમાં દેશની સૌથી શિક્ષિત યુવા વસ્તી છે. તે દુનિયાભરના આઇટી એક્સપર્ટને પડકાર આપવાની ક્ષમતા ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 9 મેના રોજ તિરૂવનંતપુરમમાં એક ચૂંટણી રેલીમાં બોલતાં સોનિયા ગાંધી ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યું કે તે હિન્દુસ્તાનમાં જીવશે અને હિન્દુસ્તાનમાં જ મરશે. સોનિયાએ પીએમ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તેમનો જન્મ ભલે ઇટલીમાં થયો હોય પરંતુ તે વહૂ તરીકે ભારત આવી અને હવે અહીં જ મરવા માંગે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ‘મોદી મારા દેશપ્રેમને સમજતા નથી. તે મારી પાસેથી ભારત પ્રેમ છીનવી ન શકે.

You might also like