મોદી કેબિનેટમાં ફેરબદલનાં ક્યાસ : શાહે બીજી વખત ટાળી તમિલનાડુની મુલાકાત

નવી દિલ્હી : અમિત શાહે કાલથી ચાલુ થઇ રહેલા તમિલનાડુની મહત્વનાં પ્રવાસને ટાળી દીધો હતો. શાહે ત્રણ દિવસની તમિલનાડુ મુલાકાત ટાળી તેની પાછળ મોદી કેબિનેટમાં મહત્વનાં ફેરપાર કરવાના જઇ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપનાં એક સીનિયર લીડરે કહ્યું કે, શાહે તમિલનાડુનો પ્રવાસ હાલ પુરતો ટાળી દીધો છે.

થોડા દિવસો માટે તેમનું દિલ્હીમાં રહેવું જરૂરી છે. જો કે પાર્ટી દ્વારા હજી સુધી અધિકારીક રીતે આ અંગે કોઇ નિવેદન અપાયું નથી. અત્રે નોંધનીય છે કે અગાઉ મે મહિનામાં પણ શાહે તમિલનાડુનો પ્રવાસ ટાળ્યો હતો. તમિલનાડુ ભાજપ ચીફ તમિલસાંઇ સુંદરરાજને કહ્યું કે અમિતશાહે પ્રવાસ ટાળ્યો કારણ કે આ દરમિયાન દરેક રાજ્યોનાં મુખ્યમંત્રીની મીટિંગ છે.

આ મીટિંગમાં અમિતશાહને પણ હાજર રહેવું જરૂરી છે. શાહની આ મુલાકાત તેનાં 95 દિવસનાં તે પ્રોગ્રામનો હિસ્સો હતો જે સમગ્ર દેશમાં કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શાહે મુલાકાત ટાળી દીધી કારણ કે તેની નવી તારીખની જાહેરાત જલ્દી કરવામાં આવશે.

You might also like