“ખેડૂતોની આવક બે ઘણી વધારે કરવી એ જ અમારૂ લક્ષ્ય”: અમિત શાહ

રાજ્યસભામાં સભાપતિ વૈંકેયા નાયડુએ ભાજપા સાંસદ અમિત શાહ તરફથી આપવામાં આવેલ અલ્પકાલિક ચર્ચાની નોટિસને સ્વીકાર કરી લીધેલ છે. જેનાં બાદ નાયડુએ ખેડૂતોનાં મુદ્દા પર ચર્ચા કરવાની અપિલ કરી. ચર્ચાની શરૂઆત કરતા શાહે જણાવ્યું કે, એનડીએ સરકાર કૃષિને પ્રોત્સાહન આપી રહેલ છે. અમારી સરકારે ખેડૂતોને માટે વધુ કામ કરેલ છે. કૃષિ બજેટમાં રેકોર્ડ વધારો કરવામાં આવેલ છે.

ખેડૂતોને અપાવ્યો વ્યાજબી ભાવઃ
ભાજપા અધ્યક્ષે કહ્યું કે, ખેડૂતોની આવક બે ઘણી કરવાનું જ અમારું લક્ષ્ય. તેઓએ કહ્યું કે, વૈજ્ઞાનિક રીતે કૃષિ કરવાનું શ્રેય ભારતને જાય છે. એનડીએ સરકારની મફત વ્યાપાર, મફત ખેતી જનસંઘની નીતિ રહેલી છે. શાહે કહ્યું કે સરકાર બનાવવાની સાથે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં ભાષણમાં દેશ અને સરકારની દિશાને વિશે જણાવ્યું હતું. PMએ ગરીબ, ખેડૂતો, આદિવાસીઓ અને મજૂરોને સરકાર દેવાનો વાયદો કર્યો હતો અને તે જ દિશામાં સરકાર આગળ પણ વધી રહી છે.

TMC સાંસદોએ કર્યો હોબાળોઃ
શાહે જણાવ્યું કે અમારી સરકારે વૈજ્ઞાનિક અને સૂક્ષ્મ આયોજન સાથે કૃષિ ક્ષેત્રનાં માનચિત્રને બદલવાનું કામ કર્યું છે. આ કડીમાં અમે અનેક યોજનાઓ લઇને આવ્યાં છીએ. ત્યાં જ અમિત શાહનાં ભાષણ દરમ્યાન ટીએમસી સાંસદોએ રાજ્યસભામાં હોબાળો શરૂ કરી નાખ્યો.

ટીએમસીએ 267 અંતર્ગત ચર્ચાને માટે નોટિસ આપી હતી કે જેને સભાપતિએ સ્વીકાર નથી કરેલ. હોબાળાને કારણે અમિત શાહને નિવેદન વચ્ચે જ રોકી દેવું પડ્યું. સભાપતિએ હોબાળો કરી રહેલ સાંસદોને પરત પોતાની સીટ પર જવાની અપીલ કરી.

You might also like