2019ની ચૂંટણી સુધી અમિત શાહના હાથમાં જ રહેશે ભાજપની કમાન

નવી દિલ્હી: 2019ની ચૂંટણી સુધી ભાજપની કમાન હાલના અધ્યક્ષ અમિત શાહના હાથમાં જ રહેશે. આ મહિનાના અંત સુધીમાં અમિત શાહને ફરીથી ભાજપના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવે તે નક્કી છે. આ સમાચાર સૂત્રોના હવાલેથી પ્રાપ્ત થયા છે.

આરએસએસે પહેલાં જ અમિત શાહના નામ પર લીલીઝંડી આપી દીધી છે. સૂત્રોના અનુસાર, આરએસએસ ઇચ્છે છે કે સરકાર અને સંગઠન વચ્ચે સારા તાલમેલ માટે એવો વ્યક્તિ અધ્યક્ષ બને જે વડાપ્રધાનનો વિશ્વાસપાત્ર હોય.

અત્યારે અમિત શાહ રાજનાથ સિંહના ત્રણ વર્ષના અધ્યક્ષ પદના કાર્યકાળને સંભાળી રહ્યાં છે, જો કે તે 23 જાન્યુઆરીએ પુરો થાય છે. આ મહિનાના અંત સુધીમાં ભાજપ અધ્યક્ષની પસંદગી થશે. જાન્યુઆરી સુધી 18 રાજ્યોમાં ચૂંટણી પુરૂ થઇ જશે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો રસ્તો સાફ થઇ જશે. ભાજપના સંવિધાન અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલાં 50 ટકા રાજ્યોમાં ચૂંટણી યોજાવવી જરૂરી છે.

You might also like