નહેરૂની એક ભૂલ દેશવાસીઓને આજે પણ નડી રહી છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહએ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂ મુદ્દાને એક ઐતિહાસિક ભૂલ માટે જવાબદાર ગણ્યા છે. તેમણે દેશના વિભાજન માટે તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વની ટિકા કરી છે. વર્ષ 1948માં થયેલ સંધર્ષ વિરામની જાહેરાતને ટાંકીને અમિત શાહે જણાવ્યું છે. પાકિસ્તનના હુમલાખોરોને કાશ્મીરથી હટાવવામાં આવી રહ્યાં હતા.

બીજેપી અધ્યક્ષે જણાવ્યું છે કે જો આ નિર્ણય લેવામાં આવ્યો ન હોત તો જમ્મૂ કશ્મીરની સમસ્યાનું નિર્માણ જ ન થયું હતું. નહેરૂ સ્મૃતિ સંગ્રાહાલય તેમજ પુસ્તકાલયમાં આયોજીત એક સમારોહ દરમ્યાન અમિતશાહે  કહ્યું કે અચાનાક જ કોઇ પણ કારણ વગર સંઘર્ષ વિમારની જાહેરાત કરવામાં આવી હતી.જે અંગે અત્યાર સુધી કોઇ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી. દેશના કોઇ પણ નેતાએ આવી ઐતિહાસિક ભૂલ કરી નથી.

જો જવાહરલાલે સંધર્ષ વિરામની જાહેરાત તે સમયે ન કરી હોત તો આજે કાશ્મીરનો મુદ્દો ન રહ્યો હતો. શાહે દાવો કર્યો છે કે નહેરૂએ આ નિર્ણય પોતાની છબી સુધારવા માટે લીધો છો. તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે નહેરૂના આ નિર્ણયથી કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાન પાસે છે.

You might also like