અમિત શાહનો મોટો દાવો, કહ્યું,”છત્તીસગઢમાં ફરી બનશે ભાજપ સરકાર”

ન્યૂ દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એવો દાવો કર્યો છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. શાહે એક દિવસીય મુલાકાતે છત્તીસગઢ પહોંચ્યાં છે. જ્યાં તેઓએ આદિવાસી સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, અમારી સરકારમાં છત્તીસગઢ નક્સલવાદનાં ચંગુલથી બહાર નીકળીને વિકાસનાં રસ્તા પર આગળ વધવા લાગ્યાં છે.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, અટલજી દ્વારા બનાવવામાં આવેલ છત્તીસગઢને સંવારવા અને વિકસિત કરવાનું કામ રમન સિંહજીએ કર્યો છે. તમને જણાવી દઇએ કે છત્તીસગઢનાં આગામી ચૂંટણીને લઇ અમિત શાહે કમર કસી લીધી છે. તેઓ એક પછી એક રાજ્યની મુલાકાત લઇ રહ્યાં છે. શુક્રવારનાં વિમાનતળ પર પહોંચવા પર મુખ્યમંત્રી ડૉ. રમન સિંહે તેઓનું સ્વાગત કર્યું.

ભાજપ અધ્યક્ષનાં વિમાનતળ પર પહોંચવા પર મુખ્યમંત્રી ડૉ. રમન સિંહે સ્વાગત કર્યું. જ્યાર બાદ વિમાનતળેથી જ ધમતરી જિલ્લાનાં સિહાવા જવા માટે રવાના થઇ ગયાં. શાહ ત્યાર બાદ કાંકેર જિલ્લાનાં નરહરપુરમાં મુખ્યમંત્રી અટલ વિકાસ યાત્રાનાં આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

મુખ્યમંત્રી ડૉ. સિંહની 5 સપ્ટેમ્બરથી શરૂ થયેલ અટલ વિકાસ યાત્રાનું પણ આજે સમાપન થઇ જશે. આની શરૂઆત રાજનાંદગામનાં ડોગરગઢથી થઇ હતી અને શાહે આને લીલી ઝંડી દેખાડીને રવાના કર્યાં હતાં. આનાં સમાપનનાં કાર્યક્રમમાં તેઓ શામેલ થઇ રહ્યાં છે.

You might also like