અમિત શાહે નાયડુને લખ્યો પત્ર, ‘NDAનો સાથ છોડવાનો નિર્ણય એકતરફી’

TDPએ મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે. હોબાળાના કારણે પ્રસ્તાવ પાસ થયો નથી, પણ ભાજપ સરકાર અને ટીડીપી વચ્ચે મતભેદ ઉભા થઈ ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ ચિઠ્ઠી લખી છે.

ચિઠ્ઠીમાં અમિત શાહે નાયડુની પાર્ટી ટીડીપીના એનડીએ સરકારને છોડવાના નિર્ણયને એક તરફી ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણીને લઈને નાયડુ બાબુએ ભાજપ સરકાર સાથે છેડો ફાડ્યો છે.

ચંદ્રબાબુ નાયડુને લખેલી ચિઠ્ઠીમાં અમિત શાહે લખ્યું છે કે, ‘આ નિર્ણય માત્ર દુર્ભાગ્યપૂર્ણ જ નથી, બલ્કે એકતરફી છે. મને ભય છે કે આ નિર્ણય વિકાસની ચિંતાને લઈને નહીં બલ્કે રાજકીય રીતે લેવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિકાસમાં કોઈ કમી રાખી નથી.’

અમિત શાહે લખ્યું છે કે, ‘તમને યાદ હશે કે ગત લોકસભા અને રાજ્યસભામાં જ્યારે તમારું પ્રતિનિધિત્વ યોગ્ય ન હતું, ત્યારે ભાજપે એજન્ડા સેટ કર્યો હતો. ત્યારે ભાજપે સુનિશ્વિત કર્યું હતું કે તેલુગુ લોકોને બંને રાજ્યોમાં ન્યાય મળે.

વધુમાં તેમણે લખ્યું છે કે, ‘તમને માલૂમ થાય કે કેન્દ્ર સરકારે તમામ જવાબદારીઓ પૂરી કરી છે. ભાજપ આંધ્રના લોકોની સાચી મિત્ર અને શુભચિંતક સરકાર છે. એનડીએ સરકારે આંધ્રને કેન્દ્રની સહાયતા બમણી કરીને આપી છે.’

You might also like