ભાજપના સ્થાપના દિવસે અમિત શાહનો ભવ્ય રોડ શો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ભાજપના સ્થાપના દિવસે અમિત શાહનો રોડ શો યોજાયો હતો.

સવારે વણઝરથી શરૂ થયેલો રોડ શો સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજપાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કૂલ ચાર રસ્તા, માનસી સર્કલ થઇને વસ્ત્રાપુરમાં કલ્યાણપુષ્ટિ હવેલી ખાતે પહોંચ્યો હતો અને ત્યાં પૂર્ણાહુતિ થઇ હતી. આ રોડ શોમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વણઝર ગામથી ભાજપના સ્થાપના દિને પુષ્પાંજલિ કરીને હતી. ત્યારબાદ કેસરિયો સાફો બંધાવીને રોડ શોનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહે વેજલપુર વિધાનસભા અને સાંજે સાબરમતી વિધાનસભામાં રોડ- શો યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે આ દરમિયાન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ જોડાયા હતા.. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા..

આજે સાંજે સાબરમતી મતવિસ્તારમાં અમિત શાહ રોડ શો યોજશે. રાત્રે ઘાટલોડિયામાં તેઓ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરી સાથે સંવાદ બેઠક કરશે. ત્યારબાદ બોપલમાં પણ રાત્રિ બેઠક કરશે.

You might also like