એમ.જે. અકબર સામેના આરોપો અંગે તપાસ થશેઃ અમિત શાહ

નવી દિલ્હી: #Me Tooના વિવાદમાં ઘેરાયેલા કેન્દ્રીય રાજ્ય વિદેશ પ્રધાન એમ. જે. અકબરની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું છે કે એમ.જે. અકબર વિરુદ્ધ કરવામાં આવેલા યૌન શોષણના આક્ષેપોની તપાસ થશે. સાથે સાથે અમિત શાહે એવું પણ જણાવ્યું હતું કે એમ.જે. અકબર વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું સત્ય છે તેની પણ તપાસ કરવી પડશે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે જોઉ પડશે કે કેટલું સાચું છે કે ખોટું છે. જે વ્યક્તિએ આક્ષેપો કર્યા છે તે વ્યક્તિની પોસ્ટની શક્યતા ચકાસવી પડશે. તમે પણ મારું નામ લઈને કંઈ પણ લખી શકો છો. જોકે તેમણે તપાસની વાત પર જણાવ્યું હતું કે અમે આ અંગે જરૂર વિચારીશું.

એમ.જે. અકબર અંગે અમિત શાહનું આ નિવેદન કેટલું સાચું છે કે ખોટું તે અંગે જે વાત કરવામાં આવી છે તે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે #Me Tooના વિવાદમાં ઘેરાયા બાદ એમ. જે. અકબર અંગે ભાજપ હાઈકમાન્ડની પ્રથમ પ્રતિક્રિયા આવી છે.

એમ. જે. અકબર પર એવો આક્ષેપ છે કે તેમણે કેટલાય મીડિયા સંસ્થાનોમાં તંત્રી તરીકે કામ કરતી વખતે તેમણે કેટલીય મહિલા પત્રકારો સાથે વાંધાજનક વર્તણૂક કરી હતી. આનાથી એ પણ સંકેત મળે છે કે ભાજપ આ વિવાદને લઈને ગંભીર છે.

બીજી બાજુ એમ. જે. અકબર સામે થયેલા યૌનશોષણના આક્ષેપો પર કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ તેમનો બચાવ કર્યો છે. ઉમા ભારતીએ જણાવ્યું હતું કે આ અકબર અને મહિલાઓ વચ્ચેનો અંગત મામલો છે.

You might also like