‘ચતુર બનિયા’ ગાંધી કોંગ્રેસની નબળાઈ જાણતા હતાઃ અમિત શાહ

રાયપુર: છત્તીસગઢના પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય સિદ્ધાંતો પર આધારિત પાર્ટી રહી નથી. આ તો દેશને આઝાદી અપાવવા માટેના ખાસ હેતુથી ગઠિત સંગઠન હતું. એટલા માટે આઝાદી બાદ મહાત્મા ગાંધીએ કોંગ્રેસનું વિસર્જન કરી નાખવા જણાવ્યું હતું, કારણ કે મહાત્મા ગાંધી કોંગ્રેસની નબળાઈઓ સારી રીતે જાણતા હતા.

આ સંદર્ભમાં અમિત શાહે મહાત્મા ગાંધીને ‘ચતુર બનિયા’ ગણાવ્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસ કોઈ એક વિચારધારાના આધારે કે કોઈ એક સિદ્ધાંતના આધારે રચાયેલ પાર્ટી નથી. કોંગ્રેસ આઝાદી મેળવવા માટેનું સ્પેશિયલ પર્પઝ વિહિકલ છે તે પાર્ટી માત્ર આઝાદી પ્રાપ્ત કરવાનું એક સાધન હતું અને એટલા માટે મહાત્મા ગાંધી કે જેઓ ચતુર વાણિયા હતા તેમણે આઝાદી પ્રાપ્ત થયા બાદ તુરત જણાવ્યું હતું કે કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ.

અમિત શાહે જણાવ્યું હતું કે ભાજપ એ સિદ્ધાંતો પર આધારિત પાર્ટી છે. વિચારોની સુસ્પષ્ટતાને કારણે પક્ષનો મહત્ત્વના મુદ્દા પર દૃષ્ટિકોણ પણ સ્પષ્ટ છે.

http://sambhaavnews.com/

You might also like