અમિત શાહનું મિશન 350+ , CM ની બોલાવી બેઠક, PM રહેશે હાજર

નવી દિલ્હી: ભારત અધ્યક્ષ અમિત શાહએ 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવા લાગ્યા છે. કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત બાદ અમિત શાહે હવે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે.

સોમવારે થનારી આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે, જ્યાં કેન્દ્ર સરકારની પરિયોજનાઓની ગ્રાઉન્ડ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે, એની સાથે આવનારી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઇને રણનીતિ પર વિચાર કરવામાં આવશે. અમિત શાહે આ પહેલા ગુરુવારે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓની બેઠક બોલાવી હતી. જ્યાં તેમણે હવેની લોકસભા ચૂંટણીમાં 350થી વધારે સીટો જીતવાનો લક્ષ્ય રાખ્યો અને પાર્ટી નેતાઓને એના માટે કમર કસવા માટે કહી દીધું.

આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે એ 150 લોકસભા સીટો પર ખાસ મહેનત કરવા માટે કહ્યું, જ્યાં પાર્ટી બીજા નંહર પર રહી હતી. આ બેઠકમાં આ સીટોને લઇને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે અમિત શાહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જમણો હાથ કહેવામાં આવે છે. આ બંનેએ ભાજપને એવી ઊંચાઇ પર પહોંચાડી દીધું છે, જેની કોઇએ કલ્પના જ ના કરી હોય.

http://sambhaavnews.com/

You might also like