BJP અધ્યક્ષ અમિત શાહ અને RSS પ્રમુખ મોહન ભાગવત વચ્ચે મુલાકાત…

નવી દિલ્હી : પૂર્વોત્તરના ત્રણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરશે. ત્રિપુરા, નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું. પ્રથમ વખત આ ત્રણ રાજ્યોમાં કમળ ખિલ્યું છે.

આ મુલાકાત દરમિયાન ભાજપ પ્રમુખ આગળની રણનીતિ મામલે ચર્ચા કરશે. સૂત્રોને મળતા અહેવાલ મુજબ અમિત શાહ સંઘ પ્રમુખ સાથે પાર્ટી સંગઠનમાં થોડા ફેરફારને ચર્ચા કરશે.

ભારતીય જનતા પાર્ટીની આ જીત એટલા માટે ખાસ છે કે ગત 20 વર્ષથી કોંગ્રેસ જે ન કરી શકી તે ભાજપે બે વર્ષમાં કરી દીધું. ત્રિપુરામાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું છે તે વાતનો અંદાજ એ પરથી આવી શકે છે કે ત્યાં કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી નથી.

આ જીત બાદ ભાજપની 21 રાજ્યમાં સરકાર થઇ ગઇ છે. જેમાં 12 રાજ્યો તો અમિત શાહના અધ્યક્ષ બન્યા બાદ બની. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને આરએસએસના પ્રમુખ વચ્ચે આ મુલાકાત નાગપુરના સંઘ મુખ્યાલય ખાતે થશે.

સૂત્રોના અહેવાલ મુજબ પૂર્વોત્તરમાં જીત બાદ અમિત શાહના કાર્યકાળના સમયગાળામાં વધારો કરવાના મુદ્દે ચર્ચા થઇ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહના કાર્યકાળના 2 વર્ષના સમયગાળો પુરો થઇ રહ્યો છે.

You might also like