શહેન ‘શાહ’ની શંકર’સિંહ’ સાથે ‘ચાય પે ચર્ચા’

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગાંધીનગર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહની કાર્યવાહીમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. ખૂબ જ હળવા અંદાજમાં અમિત શાહ ‘કેમ છો બાપુ?’ કહીં શંકરસિંહને મળ્યા હતા.

શંકરસિંહ વાઘેલાની ચેમ્બરમાં બંને વચ્ચે લગભગ 15 મિનીટ સુધી મુલાકાત થઈ હતી. જેમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતા. મુલાકાત દરમિયાન શંકરસિંહે મજાકમાં કહ્યું હતું કે, ‘વિપક્ષની ચા તો પીવો’ . મુલાકાત દરમિયાન થયેલી સામાન્ય વાતચીતમાં શાહે વાઘેલાના ખબર અંતર પૂછ્યા હતા.

સવારે ગૃહમાં પહોંચેલા અમિત શાહને સીએમ વિજય રૂપાણી અને જીતુ વાઘાણી ગૃહમાં લઈને આવ્યા હતા. તેઓ પ્રથમ રોમાં એનસીપીના નેતા બોસ્કી પાસે બેઠા હતા. વિધાનસભા ગૃહમાં અમિત શાહે લગભગ 40 મિનિટ સુધી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતના વિકાસ અને નરેન્દ્ર મોદીના શાસનની ખૂબ જ પ્રસંશા કરી હતી. હવે અમિત શાહ કમલમ ખાતે ભાજપના પ્રદેશ નેતાઓ સાથે એક બેઠક કરશે. બેઠક પછી સાંજે પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી દ્વારા આયોજીત ડિનરમાં હાજરી આપીશે. આવતી કાલે અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.

http://sambhaavnews.com/

You might also like