મધ્યપ્રદેશમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે દિવસીય મધ્યપ્રદેશની મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. આ દરમિયાન રીવામાં આજે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. અહીં ભાજપા અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.

અમિત શાહે કહ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસને મધ્યપ્રદેશમાં ઉખાડીને બહાર ફેંકી દેવા માટેની ચૂંટણી છે. કોંગ્રેસ પક્ષ દેશમાં ઘૂસણખોરી કરીને બોમ્બ ફેકનાર ઘૂસણખોરીને બચાવવાના પ્રયત્ન કરી રહી છે કારણ કે કોંગ્રેસ પક્ષ તેમને પોતાની વોટ બેન્ક માને છે પરંતુ આપણા માટે આ દેશની સુરક્ષાનો વિષય છે.

અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લેતાં કહય્ કે કોંગ્રેસના સમયકાળ દરમિયાન 2,900 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હતું અને હવે 45,000 મેગાવોટનું ઉત્પાદન થાય છે. તેમના શાસનમાં 45,000 કિમી રોડ હતા જ્યારે હવે 95,000 છે. ઘઉંનું ઉત્પાદન 49 લાખ મેટ્રિક ટન હતું જ્યારે શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં વધીને 219 લાખ મેટ્રિક ટન કરવામાં આવ્યું છે.

અમિત શાહે મધ્યપ્રદેશ સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે રોડને ખાડામાંથી મુક્ત બનાવવા અથા તો 24 કલાક વીજળી આપવાની હોય, આમ દરેક ક્ષેત્રમાં શિવરાજસિંહ ચૌહાણની સરકારનું કાર્ય અભૂતપૂર્વ રહ્યું છે. આમ રીવામાં કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ અમિત શાહ જબલપુર જિલ્લામાં પાર્ટીની સભાને સંબોધન કરવાના છે.

You might also like