અમિત શાહની રાજ્યના મહાનગરોમાં મેરાથોન બેઠકો, જામનગર, સુરત અને વડોદરાના કાર્યકરો સાથે બેઠક

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પ્રવાસે છે. ભાજપ દ્વારા રાજ્યમાં જન સંપર્ક અભિયાનનો ત્રીજો દિવસ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રાજ્યના મહાનગરોમાં બેઠક કરશે. અમિત શાહ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા અને વિધાનસભાની ચૂંટણીને લઇને વ્યૂહાત્મક રણનીતિ ઘડવાને લઇને ચર્ચા કરશે. વડોદરા, સુરત, જામનગરની અમિત શાહ મુલાકાત લેશે.

અમિત શાહ આ શહેરોમાં કાર્યકરો અને ભાજપના હોદ્દેદારોને મળશે. તેમજ શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ અને કાર્યકરોને સંબોધન કરશે. અમિત શાહ કાર્યકરોને 150+ માટે જીતનો મંત્ર આપશે. ભાજપે શરૂ કરેલ ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ અમિત શાહ ગત પાંચ દિવસથી ગુજરાતમાં રોકાયેલા છે. અમિત શાહ ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કાર્યકરોને જીતનો મંત્ર આપી રહ્યાં છે.

You might also like