ભાજપના પ્રચારમાં અમિત શાહ દ્વારકા તો સ્મૃતિ ઈરાની કચ્છમાં સભાઓ કરશે

આજે ખુદ PM મોદી પણ ભાજપના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ભાજપના પ્રચાર માટે આજે ગુજરાતની મુલાકાતે છે.

આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કચ્છના અંજારની મુલાકાતે છે. તેઓ અંજારમાં સભા કરશે અને રોડ શૉ કરશે. ત્યારબાદ તેઓ પોરબંદરના છાયા વિસ્તારમાં પણ એક સભા કરશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાહુલ ગાંધી અંજારના પ્રવાસે હતા અને આજે ઈરાની છે.

બીજી તરફ મિશન 150+ને લઇને ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ બરાબર મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ આજે દ્વારકા અને જામ ખંભાળિયાના પ્રવાસે છે. અમિત શાહના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

ઉપરાંત બંને સ્થળોએ અમિત શાહ સભાઓ કરશે. જો કે તેઓ દ્વારકા મંદિરમાં જશે કે નહીં તેની માહિતી હજુ સુધી મળી નથી. બીજી તરફ PM મોદી પણ આજે રાજ્યમાં ત્રણ જગ્યાએ સભાઓ કરવાના છે.

You might also like