અમિત શાહે સંસદ સત્ર પહેલાં સહયોગી પક્ષો સાથે યોજી બેઠક

નવી દિલ્હી: બજેટ સત્રના પહેલાં વિપક્ષના હુમલાનો સામનો કરી રહેલા ભાજપના પ્રમુખ અમિત શાહે સંસદની અંદર ને બાહર તાલમેલ માટે સહયોગી પક્ષોની સાથે બેઠક કરી અને તેમની સાથે એક-એક કરીને બેઠક કરવાનો નિર્ણય કર્યો જેમાંથી ઘણાએ સમન્વયની ઉણપની ફરિયાદ કરી.

અમિત શાહ આવતીકાલે અકાલી દળ અને તેદેપાના નેતાઓને મળશે અને આગામી દિવસોમાં અન્ય પક્ષો સાથે આ પ્રમાણે બેઠક કરશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે. સંસદીય કાર્ય મંત્રી એમ વેંકૈયા નાયડૂના ઘરે 90 મિનિટની બેઠકમાં અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, રાજનાથ સિંહ, ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂ અને શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર બાદલ સહિત એનડીએના ટોચના નેતા હાજર હતા.

શિવસેના અને અકાળીદળે સત્તારૂઢ ગઠબંધનમાં સમન્વયની ઉણપનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે અટલ બિહારી વાજપાઇની અધ્યક્ષતાવાળી પૂર્વની એનડીએ સરકાર દરમિયાન સારો તાલમેલ હતો.

You might also like