કેન્દ્રનાં પૈસા કાકા અને ભત્રીજો ખાઇ ગયા વધ્યું તે આઝમ ચાટી ગયા : શાહ

ઇટાવા : ઉત્તરપ્રદેશમાં સત્તારૂઢ સમાજવાદી પાર્ટી અને યાદવ પરિવારમાં ચાલતી આંતરિક ખેંચતાણ વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે ઇટાવામાં રેલી યોજી હતી. રેલીમાં તેમણે સપા, બસપા પર ચાબખા વિંઝ્યા હતા. અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે દર વર્ષે ઉત્તર પ્રદેશને 1 લાખ કરોડધી વધારે રૂપિયા આપ્યા છે. પરંતુ કાકા ભત્રીજો મળીને ખાઇ ગયા, ખાતા રહેશે અને જે વધી રહેશે તે આઝમ ખાન ચાટી ગયો છે.

અમિત શાહની રેલીને સંકલ્પ મહારેલી નામ અપાયું છે. આ રેલી ઇટાવાના નુમાઇશ મેદાનમાં થઇ હતી. શાહે કહ્યું કે દિવાળી પર શહીદોના નામનો એક દીવો જરૂર પ્રકટાવો. અઢી વર્ષ થવા છતા પણ મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. સપા,કોંગ્રેસ, સતત ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. લખનઉ સુધી અવાજ પહોંચવો જોઇએ કે ભાજપની સરકાર બહુમતીથી બની રહી છે.

શાહે કહ્યું કે માયાવતીનાં સમયમાં બળાત્કારનાં 161 ટકા વધારો થયો હતો. આ કારણે રાજ્યને ભત્રીજો ઠી કરી શકે નહી અને ફોઇ પણ ઠીક ન કરી શખે. કાકા ભત્રીજો ગોટાળા કરી રહ્યા છે અને ખેડૂતો સુધી રૂપિયો પહોંચવા દેતા નથી. જો ભાજપ સરકાર બનશે તો ખેડૂતોને બટાકાનાં યોગ્ય ભાવ મળી રહે તે માટે ચિપ્સ બનાવવાની ફેક્ટરી ખોલવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ યુપીનેવધારે રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. જો 1 લાખ કરોડ રૂપિયાથી યુપીનો વિકાસ કરવો હોય તો ભાજપની પુર્ણ બહુમતિવાળી સરકાર બનાવો. અમે એક એક પૈસાનો હિસાબ આપીશું. કાકા ખાશે ભત્રીજો ખાશે અને વધશે તે આઝમ ખાન ચાટી જશે.

You might also like