અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરાયો હતો. આ પહેલા મુખ્યપ્રધાન મમતાએ રવિવારે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનાં હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ.

મમતા બેનરજી સરકારે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન માટે ભાજપની રથયાત્રાને મંજૂરી આપી ન હતી. તેને લઈને બંને પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પણ હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી મળી ન હતી. ત્યાર બાદ યોગી રસ્તા પરથી થઈને સભા કરવા બંગાળ ગયા હતાં.

મમતા બેનરજીનાં ફોટાને ફોટોશોપ દ્વારા મીમ બનાવીને શેર કરનાર ભાજપ કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર તેમના સમર્થનમાં કેમ્પેઈન ચાલી રહ્યું છે. યુઝર્સ મમતાના આ મીમને પોતાનો ડીપી બનાવી રહ્યા છે. બીજી તરફ આસામમાં ભાજપ નેતા હેમંત બિશ્વ શર્માએ કહ્યું હતું કે પ્રિયંકાની ધરપકડ અભિવ્યક્તિની આઝાદીનું હનન છે. અમે તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. પ્રિયંકા ૧૪ દિવસની કસ્ટડીમાં છે.

તમને જણાવી દઇએ કે લોકસભા ચૂંટણી 2019નાં અંતિમ ચરણનાં ચૂંટણી પ્રચારમાં બીજેપીએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. એવામાં ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળનાં જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી નથી મળી. બીજેપી સુત્રોનું માનીએ તો અમિત શાહને ન તો જાધવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી અને ન તો હેલિકોપ્ટર લેન્ડિંગ કરવાની પરવાનગી આપવામાં આવી. તમને જણાવી દઇએ કે જાધવપુરમાં અમિત શાહની 12:30 કલાકે રેલી હતી.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

1 month ago

આ IT કંપનીમાં જ્યારે મરજી થાય ત્યારે ઓફિસ જાઓ, ગેમ્સ રમો ચાહે સૂઈ જાઓ

ઇન્દોરઃ ન્યૂ આઇટીપાર્કમાં શરૂ થયેલી એક આઇટી કંપનીમાં કર્મચારીઓનો ઓફિસ આવવાનો કોઇ સમય નક્કી નથી. કામ દરમિયાન થાક ઉતારવા માટે…

1 month ago