2019 માટે અમિત શાહે બનાવ્યો માસ્ટર પ્લાન!

નવી દિલ્હી: કેન્દ્રની સત્તામાં ફરીથી પ્રભુત્વ જમાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય પ્રધાન અમિત શાહએ માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઇને પહેલાથી જ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધું છે. પંજાબની 13 લોકસભા સીટો પર ફોકસ કરતાં પાર્ટી હાઇકમાન તરફથી પોતાના કેન્દ્રીય મંત્રીઓને લોકસભા વર્તુળોમાં મોકલવામાં આવી રહ્યો છે. અમૃતસર પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન મેઘવાલના જણાવ્યા અનુસાર દરેક મંત્રી દેશની લોકસભા સીટોની હકીકત જાણીને પાર્ટી પ્રધાનને રિપોર્ટ કરશે.

મોદી સરકારના 3 વર્ષ પૂરા થતા પહેલા કેન્દ્રીય મંત્રીમંડળના દરેક મંત્રીઓ પાસે એમની ઉપલબ્ધિઓની વિગતો આપવા માટે કહ્યું છે જેનાથી લોકોને ફાયદો થયો છે, સાથે એમના ભાજપના સત્તામાં આવ્યા બાદથી આ દિશામાં થયેલા મહત્વપૂર્ણ સુધાર અને તુલનાત્મક આંકડા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સપ્તાહે મોકલેલા પત્રમાં સૂચના અને પ્રસારણ મંત્રી એમ વેંકૈયા નાયડૂએ દરેક મંત્રીઓ પાસેથી આંકડા અને પોતાના વિચારો મોકલવા માટે કહ્યું છે. આ આંકડાઓ પર ઉપલબ્ધિઓની જાણકારી એક પુસ્તિકાના રૂપમાં 26 મે પહેલા પ્રકાશિત કરવામાં આવશે. એ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદભાર ગ્રહણ કર્યું હતું.

મોદી સરકારે વિપક્ષના પ્રહારોના જવાબો આપવાની તૈયારી કરી લીધી છે. વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરને પ્રધાનમંત્રીની વિદેશ મુલાકાત અને એના પરિણામો તથા વિદેશો સાથે રોકાણના પ્રવાહમાં વૃદ્ધિ વગેરેની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે. આ પ્રકારથી સાંસદ સ્વપ્ન દાસગુપ્તા અને ચંદન મિત્રાને બૌદ્ધિક પરિચર્ચાની યાદી તૈયાર કરવાની સાથે સાથે કોઇ પણ પ્રકારની નકારાત્મક પ્રસ્તુતીનો જવાબ તૈયાર કરવાની જવાબદારી સોંપી છે.

http://sambhaavnews.com/

You might also like