જય શાહની કંપનીને સરકાર સાથે કોઈ લેવાદેવા નથીઃ અમિત શાહ

જય શાહ પર લગાવવામાં આવેલા આરોપ બાદ પ્રથમ વાર ભાજપ અધ્યક્ષ અમિત શાહે જાહેરમાં વાત કરી છે. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા પહોચેંલા અમિત શાહે પોતાના પુત્ર જય શાહ પર લાગેલા આરોપો મામલે નિવેદન આપતા કહ્યું કે, ‘જય શાહ પર ભ્રષ્ટાચારનો આરોપ નથી.’

ઉલ્લેખનીય છે કે આ આરોપો લાગ્યા બાદ જય શાહે પોતે જ તપાસની માગ કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, જય શાહની કંપનીને સરકાર સાથે કોઇ લેવા દેવા નથી અને જો કોંગ્રેસ આરોપ લગાવતી હોય તો કોર્ટમાં જય શાહ વિરૂદ્ધ પુરાવા રજૂ કરે. કોંગ્રેસે શા માટે આજ સુધી માનહાનિનો કેસ કર્યો નથી.

You might also like