અમિત શાહ બીજી વાર ભાજપની કમાન સંભાળશે

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બીજી વાર પક્ષની કમાન સંભાળશે તેવું નકકી જ છે તેની સાથે જ તેઓ સંગઠનમાં કેટલાક પરિવર્તનો પણ કરી શકે છે. જાણવા મળ્યું છે કે કેન્દ્રીયમંત્રી મંડળના એક કેબિનેટ મંત્રીને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે. આ મહિનાના અંતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા કેટલાક રાજયોના ભાજપ સંગઠનમાં પણ પરિવર્તન થઇ શકે છે.

પક્ષના કેટલાક વરિષ્ઠ નેતાઓના જણાવ્યા પ્રમાણે અમિત શાહ આવતી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉત્ત્।ર પ્રદેશમાં પોતાના મનપસંદગી વ્યકિતને રાજયની કમાન સંભાળવા આપી શકે છે. ઉત્તર પ્રદેશમાં પક્ષ આલાકમાન કઇ દલિત જાતિના ઉમેદવારની હાલના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયીની જગ્યાએ રાખી શકે છે. આ રેસમાં સ્વતંત્ર દેવસિંહનું નામ પણ જણાવામાં આવી રહ્યું છે. જયારે બ્રાહ્મણ વોટ બેંક પર કોઇપણ પ્રકારના નુકસાની ભરપાઇ માટે રાષ્ટ્રીય ટીમમાંથી શ્રીકાંત શર્માને હટાવીને ઉત્તર પ્રદેશ ભાજપમાં સચિવ બનાવાશે.

બિહારમાં ભાજપની હાર બાદ આ વાતની શકયતાઓ ઓછી છે કે અમિત શાહ બીજા રાજયોમાં પોતાના મનપસંદ વ્યકિત કોઇ મહત્ત્વની જવાબદારી આપશે. આ વાતના સંકેતો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ભાજપ અધ્યક્ષની ચૂંટણીમાં પરિણામ જોવા મળ્યું છે. મધ્ય પ્રદેશમાં નંદકુમાર ચૌહાણની નિયુકિતને મુખ્યમંત્રી શિવરાજસિંહ પસંદગી જોવામાં આવી જયારે રમણસિંહની પસંદગી મુજબ ધરમલાલ કૌશિકને બીજી વાર રાજય ભાજપની કમાન સોંપવામાં આવી.

You might also like