આજે અમિત શાહનો જન્મદિવસ, PM મોદીએ આપી શુભેચ્છા

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે એમનો જન્મ દિવસ ઊજવી રહ્યા છે. પીએમ મોદીએ એમના 62માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. પીએમએ એમના લાંબા જીવન અને સ્વાસ્થ્યની પ્રાર્થના કરી.

પીએમએ ટ્વિટ કરીને કહ્યું, ‘અમિતભાઇને જન્મદિવસની શુભેચ્છા. તમે ભાજપનું ખૂબ જ સારી રીતે નેતૃત્વ કર્યું છે. હું તમારા લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થાન કરું છું.’

ગુજરાતથી રાજકારણની શરૂઆત કરનાર અમિત શાહ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. અમિત શાહ શતરંજ ના માહિર ખેલાડી છે, જેમણે ચૂંટણીની બાજી પલટવામાં માસ્ટર છે. આ જ કારણે ભાજપના અધ્યક્ષ બનતી વખતે એમને ‘આધુનિક ચાણક્ય’ પણ કહેવામાં આવ્યા.

You might also like